Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ - VIDEO

જામનગરના શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ – VIDEO

કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી મેયરને આવેદનપત્ર પાઠવાયું : કોંગ્રેસના વિરોધ અંગે મેયરે આપી પ્રતિક્રિયા

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલ લોકમેળામાં થયેલી આવક કોર્પોરેશનમાં જમા ન કરાવી ભ્રષ્ટાચાર આચરવાની ઘટનામાં જવાબદાર અધિકારી વિરૂઘ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કર્મચારીને ફકત નોટીસ આપી હોય આ અંગે કાર્યવાહી કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ દ્વારા હાથમાં રમકડા લઇ વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -

કોંગ્રેસ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓફલાઇન ટેન્ડર હરરાજી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના 2,07,85,242 ની આવક થઇ હોવાની જાહેરાત કરાઇ હતી. લોકમેળાના ટેન્ડરની શરતો મુજબ ડીપોઝીટની રકમ અને ભાડુ પ્લોટ ધારકોએ ડીડી થી જ આપવાનું હોવા છતાં પ્રથમ જમા થઇ ન હોય આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં જવાબદાર અધિકારી ઉચ્ચ હોદા પર હોય સામાન્ય કર્મચારી અને કલાર્ક ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. કમિશ્નર દ્વારા કમીટી રચવામાં આવી હતી. અને તેનો રીપોર્ટ ડીએમસીને સોપવામાં આવતા એસ્ટેટ શાખાના નાયબ ઇજનેર તથા કલાર્ક ને નોટીસ આપી હોય એસ્ટેટ શાખાના અધિકારીને બચાવવામાં આવતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી આ અંગે પગલા લેવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, અગ્રણી આનંદ ગોહિલ સહિતના ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular