Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમાલગાડીના 36 ડબ્બા ઘરરરર...કરતા ખડી પડયા

માલગાડીના 36 ડબ્બા ઘરરરર…કરતા ખડી પડયા

રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટનાના સમાચાર છે. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશન નજીક, ફુલેરાથી રેવાડી જતી માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં ઘણા ડબ્બાઓ એકબીજા પર ચઢી જતાં, રેલવે ટ્રેક સંપૂર્ણપણે બંધ થઈ ગયો. રેલવે અધિકારીઓ અને પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રેલવે કર્મચારીઓ હાલમાં ડબ્બાઓને હટાવવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આ ટ્રેક પર હાલમાં ટ્રેન અવરજવર બંધ છે. રેલવે પ્રશાસને મુસાફરો અને સ્થાનિકોને ટ્રેક પર ન જવાની અને અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવાની વિનંતી કરી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ, જાનહાનિના કોઈ સમાચાર નથી. દુર્ઘટનાના કારણ અને ડબ્બાઓના નુકસાનનું આંકલન હજી ચાલુ છે. દુર્ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને તકનીકી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા. આખી રાત રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી, જેમાં રેલવે કર્મચારીઓએ પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરીનો ઉપયોગ કર્યો. સંતોષની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular