રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર 200થી વધુ એલપીજી સિલીન્ડર ભરેલા એક ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક અથડાતા ગેસ સિલીન્ડરમાં ભારે વિસ્ફોટ થયા હતા અને આગની ભારે જવાળાઓ તથા કાળા વાદળો દુરદુરથી નજરે ચડતા હતા. આ અત્યંત ભયાનક જણાતી અથડામણમાં એક કલીનરનું મોત થયું હતું. જયારે ડ્રાઈવર કલીનર સહિત ચાર ગંભીર દાઝી ગયા હતા જેઓને સારવાર અપાઈ રહી છે પણ સિલીન્ડર વિસ્ફોટથી અને આગથી બન્ને વાહનો લગભગ બળી ગયા હતા.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક ધાબાથી થોડે દુર જ બની હતી. ગેસ સિલીન્ડર લઈ જતા ટ્રકના ડ્રાઈવરે ભોજન માટે ટ્રક ધાબાથી થોડે દુર પણ માર્ગમાં પાર્ક કરીને ગયો હતો તે સમયે પાછળથી આવેલા એક ટ્રક જે વળાંક પાસે સિલીન્ડર ભરેલો ટ્રક હતો તેની પાછળ જોરથી અથડાતા ગેસ સિલિન્ડરોના વિસ્ફોટ ચાલુ થયા હતા અને આકાશમાં અગ્નિજવાળાઓ તથા સળગતા સીલીન્ડર જોવા મળ્યા હતા.
View this post on Instagram


