જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતાં મહિલાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવામાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર-1માં આવેલા આંબેડકરધામમાં રહેતાં ડાયાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.44) નામના મહિલા ગઇકાલે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તેના ઘરેથી ચાલીને સાત નાલા રેલવે બ્રીજ ક્રોસ કરવા ગયા હતા ત્યારે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. આ બનાવ અંગેની ધીરૂભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એફ. એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


