Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપોલીસ પરિવાર માટે વિશેષ રાસોત્સવ યોજાયો - VIDEO

પોલીસ પરિવાર માટે વિશેષ રાસોત્સવ યોજાયો – VIDEO

નવરાત્રી દરમ્યાન ફરજના ભારને કારણે પર્વની ઉજવણીમાં જોડાઈ ન શકેલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે જામનગર પોલીસ વિભાગ દ્વારા એક અનોખું અને હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. એક શામ પોલીસ પરિવારના નામ શીર્ષક હેઠળ વિશેષ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવારો માટે આનંદ, સંગીત અને ઉત્સાહનો રંગીન માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રવિ મોહન સૈની, એ.એસ.પી. પ્રતિભા, ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી. રાજેન્દ્ર દેવધા, ડી. વાય. એસ. પી. વી. કે. પડંયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પરંપરાગત ગરબા રમ્યા અને એકબીજા સાથે આનંદપૂર્વક સમય વિતાવ્યો હતો.

- Advertisement -

નવરાત્રી દરમિયાન પોલીસ કર્મચારીઓ શહેરમાં શાંતિ અને કાયદો-સુરક્ષા જાળવવા માટે સતત ફરજ બજાવતા હોવાથી તહેવારની મજા માણી શકતા નથી. તેથી ડ્યૂટી બાદ પોલીસ પરિવાર માટે આ ખાસ સાંજનું આયોજન કરીને સૌને તહેવારનો આનંદ મળે અને પોલીસ પરિવાર વચ્ચેના સ્નેહસબંધ વધુ મજબૂત બને તે હેતુ રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓ, મહિલા જવાનો અને તેમના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતમય પ્રસ્તુતિઓ અને ગરબા રજૂ કરાયા. કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સંગીત, નૃત્ય અને પ્રેમના રંગોથી ભરપૂર આ સાંજ એક શામ પોલીસ પરિવારના નામ જામનગર પોલીસ પરિવાર માટે યાદગાર બની રહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular