જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડથી અન્નપુર્ણા ચોકડી તરફ જતાં રોડ પરથી સીટી એ પોલીસે એક શખ્સને 528 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લઇ મોટરકાર સહિત કુલ રૂા.6,52,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ તરફથી એક મોટરકારમાં શખ્સ દારૂની બોટલોનો જથ્થો લઇને પસાર થતો હોવાની સીટી એ ના એએસઆઇ રવીરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી એ ના પીઆઈ એન.એ.ચાવડા, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, , હેકો. સુનિલભાઈ ડેર, પો.કો. વિક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા અને હરપાલસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી જીજે10 ટીવાય 4054 નંબરની કારને રોકી ચકાસણી હાથ ધરતા તેમાંથી રૂા.52,800ની કિંમતની 528 નંગ વિદેશી દારૂના ચપટા સાથે સુનીલ ઉર્ફે લાલો અરવિંદ ઝાલા નામના શખ્સને ઝડપી લઇ દારૂના ચપટા તથા 6 લાખની મોટરકાર સહિત કુલ રૂા.6,52,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂ મંગાવનારમાં હિરેન્દ્ર ઉર્ફે હિરેન ચુડાસમાનું નામ ખુલતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી હતી.
View this post on Instagram


