સમસ્ત જૈન સમાજ જામનગર માટે બાય બાય નવરાત્રિ ‘HALAR FIESTA 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસોત્સવની મજા માણી હતી.
View this post on Instagram
હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ અને હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા શનિવારે સાંજે હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ સંચાલીત વિજયભાઇ સંઘવી (પ્રેરીત) વાડી સંકુલ વિકટોરીયા પુલ નજીક મહાપ્રભુજી બેઠક રોડ જામનગર ખાતે સમસ્ત જૈન સમાજ માટે બાય બાય નવરાત્રિ ‘HALAR FIESTA 2.0’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડીયા પાર્ટનર તરીકે ખબર ગુજરાત જોડાયું હતું. આ રાસોત્સવમાં જૈન સમાજના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે રમ્યા હતાં. તેમજ જૈન સમાજના લોકો આ રાસોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને જૈન સમાજ અગ્રણી નિલેશભાઇ ઉદાણી પરીવાર સાથે, હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજના મંત્રી અને ટ્રસ્ટી ભૂપેશભાઇ શાહ, જૈન સમાજના અગ્રણી વિજયભાઇ, કલ્પનાબેન ખંઢેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમ માટે પ્રોજેકટ પ્રેસીડેન્ટ જીગુલ વોરા, પ્રોજેકટ ચેરમેન જલ્પેશ મહેતા, અર્કેશ વોરા, ભવ્ય શાહ તથા સંજય મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.


