જામનગર તાલુકાના ચેલા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં છ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા. 80 હજારની રોકડ સહિત કુલ રૂા. 19.81 લાખના મુદામાલ સાથે ઝડપી લીધાં હતાં. જામનગરના ગોકુલનગર વિસ્તારના પાણાખાણમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્સોને પોલીસે રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પાંચ શખ્સોને જુગાર રમતાં પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના લાલવાડીમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલા પેટ્રોલપંપ સામેના વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડિવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ એમ. એમ. જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, એસ. એચ. જિલરિયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, પોલાભાઇ ઓડેદરા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન મહેન્દ્ર મનજી પરમાર, ધર્મેશ ડાયાલાલ પરમાર, લાલજી રામજી પરમાર, દીપક કાનજી કટેશિયા, રાજેશ જીવા કણજારિયા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 80 હજારની રોકડ રકમ, રૂા. 1.86 લાખની કિંમતના પાંચ મોબાઇલ ફોન, રૂા. 17 લાખની કિંમતની સ્કોર્પિયો કાર તેમજ રૂા. 15 હજારનું બાઇક મળી કુલ રૂપિયા 19,81,000નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારનો બીજો દરોડાની વિગત મુજબ જામનગરના ગોકુલનગર પાસે આવેલા પાણાખાણની શેરી નંબર 10માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રેઇડ કરતાં ક્રિષ્ના રામાનંદસિંગ યાદવ, જીતેન્દ્ર ઘોડા સવા, અરવિંદસિંગ નંદકિશોરસિંગ યાદવ, બિજેન્દ્રસિ સુદામાસિંગ કુશવાહ, સોનુકુમાર સુરેશભાઇ રાવની, સંજીતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્ર રાવ, નંદકિશોરરામ પ્રભુનાથ વ્યાસ તથા સરવન નની શાવ નામના નવ શખ્સો રૂા. 11,070ની રોકડ તથા ગંજીપના સાથે જુગાર રમતા ઝડપાયા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ ત્રીજો દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા જી.આઇ.ડી.સી. પાસેના ભૈરવનાથ ચોક સામેના ખુલ્લા પ્લોટમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતાં અખિલેશ બાબુલાલ શાહ, ભૂપેન્દ્ર રામકુમાર કુશવાહ, રાજુ મુન્નાભાઇ રાજભર, વિજય લલ્લનભાઇ કુશવાહા, ડબલુ ઉમાશંકરભાઇ રાજભર નામના પાંચ શખ્સો રૂા. 11190ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. આ અંગે પંચ ‘બી’ પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ. એમ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.
જુગાર અંગેનો ચોથો દરોડો જામનગર શહેરના લાલવાડી સોસાયટીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન રાજેશ સોમા મકવાણા, દિનેશગીરી રમણિકગીરી ગોસાઇ, યુસુફ ઉર્ફે રાજુ કાદર ગજાઇ, ટીડા બાબુ પરસોડા નામના ચાર શખ્સોને રૂા. 7070ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


