Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સવેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની મહત્વની બાબતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શું...

વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની મહત્વની બાબતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શું પરિસ્થિતિ?

અમદાવાદમાં રમાયેલી ટેસ્ટમાં ભારતનો એક ઇનીંગ અને 140 રને વિજય : બેટીંગ અને બોલીંગમાં ધમાલ મચાવનાર રવિન્દ્ર જાડેજા મેનઓફ ધ મેચ

ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદ ખાતે રમાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ એક ઇનીંગ અને 140 રને જીતી હતી આ સાથે બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. બેટીંગ અને બોલીંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રવિન્દ્ર જાડેજા મેનઓફ ધ મેચ જાહેર થયો હતો.

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ અંતર્ગત બે મેચની ટેસ્ટ શ્રેણી યોજાઇ રહી છે. જેમાં પ્રથમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને કચડી નાખી ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં બેટ બાદ બોલથી ‘બાપુ’એ ધમાલ મચાવી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે વેસ્ટઇન્ડિઝની ટીમ ટોસ જીતવાનો કોઇ ફાયદો ઉઠાવી શકી ન હતી. અને પ્રથમ ઇનીંગમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી જસ્ટીંગ ગ્રેવીસએ સર્વાધીક 32 રન બનાવ્યા હતાં. જ્યારે ભારત તરફથી મહમદ સીરાજે 4 વિકેટ તથા બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપે 2 અને વોશીંગટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ ઇંનીંગમાં 162 રન સામે ઉતરેલી ભારતીય ટીમના બેસ્ટમેનોએ વેસ્ટ ઇન્ડિઝના બોલરોને બરોબરના હંફાવ્યા હતાં. ભારતીય ટીમમાંથી ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ભારતીય ટીમે કે.એલ. રાહુલના 100, ધ્રુવ જુરેલના 125 અને રવિન્દ્ર જાડેજાના અણનમ 104 તેમજ શુભમન ગીલની અડધી સદીની મદદથી પાંચ વિકેટે 448 રને ઇનીંગ ડીકલેર કરી હતી.

ત્રીજા દિવસે ફરી વખત બેટીંગમાં આવેલી વેસ્ટ ઇન્ડિઝનો ધબડકો થયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમે સતત વિકેટો ગુમાવતા માત્ર 146 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં એલીક એથાન્ઝેએ સર્વાધીક 38 રન બનાવ્યા હતાં. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 54 રન આપી 4 વિકેટ તથા મહમદ સિરાજે 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. બીજી ઇનીંગમાં પણ કુલદીપ યાદવે 2 અને વોશીંગટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી. આમ ભારતીય ટીમે માત્ર અઢી દિવસમાં જ એક ઇંનીંગ અને 140 રને ભવ્ય વિજય મળવ્યો હતો. બેટીંગમાં સદી ફટકાર્યા બાદ બોલીંગમાં પણ 4 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજાને મેનઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઇનીંગ અને 140 રને પરાજ્ય થઇ હતી. આ સાથે છેલ્લી 15 ટેસ્ટ ઇનીંગમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ બે વખત 200થી વધારાનો સ્કોર કરી શકી છે. આ 15 ઇનીંગમાં તેનો હાઇસ્ટ ટોટલ 253નો છે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપ 2025-2027માં પોઇન્ટસ ટેબલમાં ભારતીય ટીમ હાલ ત્રીજા નંબરે છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમ્યા છે જેમાંથી ત્રણ મેચમાં વિજેતા, બે મેચમાં પરાજ્ય અને એક મેચ ડ્રો રહી છે. અત્યારે ભારતના પીસીટી 55.56 છે. ભારતે આઇસીસી વર્લ્ડ ચેમ્પીયન શીપ 2025-2027માં પ્રથમ ઇંગ્લેન્ડ સામેની શ્રેણી 2-2 થી ડ્રો કરી હતી. અને હાલ વેસ્ટ ઇન્ડિઝ સામે બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે.

અમદાવાદમાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટની મહત્વની બાબતો
* વેસ્ટ ઇન્ડિઝની ભારત સામે ભારતમાં સતત પાંચમી ટેસ્ટમાં પરાજય
* રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 6ઠ્ઠી અને ઘરઆંગણે ચોથી સદી ફટકારી
* કે.એલ. રાહુલે 9 વર્ષ બાદ ઘર આંગણે સદી ફટકારી
* ધ્રુવ જુરેલે ટેસ્ટમાં સૌપ્રથમ સેન્ચુરી મારી
* જાડેજા અને ધ્રુવ જુરેલ વચ્ચે પાંચમી વિકેટ માટે 206 રનની પાર્ટનરશીપ
* 2006થી વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની 23 ટેસ્ટ મેચોમાં 14માં જીત અને 9 મેચ ડ્રો

ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સિકસરમાં જાડેજા ચોથા ક્રમે
ખેલાડી           કેટલી સિકસર (ટેસ્ટ)
રીષભ પંત               90
વિરેન્દ્ર સેહવાગ          90
રોહિત શર્મા              88
રવિન્દ્ર જાડેજા            80
એમ.એસ. ધોની         78

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular