Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરએક સદી જુની જામનગરની સુભાષ શાક માર્કેટને તાળાં

એક સદી જુની જામનગરની સુભાષ શાક માર્કેટને તાળાં

ડીમોલીશન માટે ટેન્ડર પ્રક્રિયા બાદ તોડી પાડવામાં આવશે

જામનગરની સુભાષ શાક માર્કેટને ડીમોલીશન કરવામાં આવનાર હોય જામનગર મહાનગરપાલિકા દ્વારા ચારેય દરવાજાઓને તાળાં મારી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં માર્કેટ તોડવાનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની અસ્ટેટ શાખા દ્વારા દરબારગઢ નજીક આવેલ 100 વર્ષ જુની તદ્ન જર્જરિત એવી સુભાષ શાક માર્કેટની જગ્યા ખાલી કરવા માટે વેપારીઓને નોટીસો આપવામાં આવી હતી. નોટીસમાં માત્ર બે જ દિવસનો સમય મળતા વેપારીઓ કમિશનર પાસે રજૂઆત માટે દોડી ગયા હતાં. તેમજ હાઇકોર્ટમાં વૈકલ્પીક જગ્યા ફાળવવાની માંગણી સહિતના મુદે અરજી કરાઇ હતી. જેના પરિણામે ડીમોલીશનની કાર્યવાહી ઉપર બ્રેક લાગી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાંથી અરજી વિથડ્રો થતાં તંત્ર દ્વારા ચારેય દરવાજા બંધ કરવાની કામગીરી શરૂ કરવા સાથે વેપારીઓને માલ સામાન કાઢી લેવા સમય આપ્યો હતો. અને ત્યારબાદ આ માર્કેટ સંપુર્ણ બંધ કરી દેવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા આ શાક માર્કેટના ચારેય દરવાજાને તાળાં મારી દેવામાં આવ્યા છે. અને આ ડીમોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયા બાદ શાક માર્કેટ તોડી પાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular