જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં મજુરી કામ કરતા યુવાને એક દાયકાથી થયેલી માનસીક બિમારીથી કંટાળીને તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભ હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં આંબેડકર સોસાયટીમાં રહેતા ભરતભાઇ પબાભાઇ રાઠોડ (ઉ.વ.43) નામના મજુરી કામ કરતા યુવાનને છેલ્લા 10 વર્ષથી માનસીક બિમારી થઇ હતી. અને આ બિમારીથી પીડીત યુવાને સારવાર કરાવ્યા છતાં તબીયતમાં સુધારો થતો ન હતો. જેના કારણે જીંદગીથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઇ હરેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


