ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં વિજય પ્રાપ્ત થતાં જામનગરના ધારાસભ્ય તથા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.
View this post on Instagram
તેમણે જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમત પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. દરેક ખેલાડીએ પોતાની જવાબદારી નિભાવીને ટીમ વર્ક દ્વારા ભારતને આ મહત્વપૂર્ણ ખિતાબ અપાવ્યો છે. ખાસ કરીને ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કરીને એશિયા કપ ભારતના નામે કર્યો છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, હવે ભારતના ઘરઆંગણે શરૂ થયેલી સિરીઝમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ એ જ રીતે ઉત્તમ પ્રદર્શન કરીને સતત વિજય મેળવશે તેવી માતાજીને પ્રાર્થના છે.
તેમણે પોતાના પતિ તથા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન તરીકે પસંદગી મળવા બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે પોતાની ઉત્તમ પ્રતિભા અને અનુભવનો લાભ આપી ટીમ ઈન્ડિયાને વધુ સફળતા અપાવશે.


