રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષની જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વિજયાદશમીના દિવસે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો યોજી સમાજની સજ્જન વ્યક્તિઓને સાથે રાખી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દિ વર્ષની ઉજવણી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વિવિધ કાર્યક્રમો યોજી કરવામાં આવી હતી. જેમાં આજથી ચાર દિવસ સુધી હાલારના જુદા જુદા તાલુકા તથા મહાનગરોમાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં સંઘદર્શન કરવા દેશપ્રેમી જનતાને આહવાન કરાયું છે. તેમજ શારીરિક, બૌધ્ધિક, સંચલન, શસ્ત્રપૂજન, ઘોષ (બેન્ડવાજા) નિહાળવા અને આ શતાબ્દિ વર્ષની ઉજવણી સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઉજવણી કરવામાં આવશે. વિશ્ર્વના શ્રેષ્ઠ સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષ (શતાબ્દિ)માં પ્રવેશ કરી રહ્યું હોય ત્યારે આ ઉજવણી સમગ્ર ભારતમાં મનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર પ્રાંત તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર તાલુકા, જિલ્લા મહાનગર, નગર, ઉપનગરના સ્તરે જુદા જુદા ભવ્ય કાર્યક્રમો વિજયાદશમી ઉત્સવ સંદર્ભે યોજવામાં આવ્યા હતાં.
આજથી ચાર દિવસ દરમ્યાન સમગ્ર હાલાર પંથકમાં રાષ્ટ્રપ્રેમી લોકોએ રાષ્ટ્રપ્રેમના આ યજ્ઞમાં ઉપસ્થિત રહી આહૂતિ આપવા અપીલ કરવામાં આવી છે. આજે જામનગરના સરલાબેન ત્રિવેદી ભવન સામેના મેદાનમાં, વી. એમ.મહેતા કોલેજ, લાલવાડી પટેલસમાજ ખાતે સાંજે પ.00 થી 7.00 દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. શનિવારે તા. 04ના સાંજે 6.00 થી 7.30 દરમ્યાન પ્રાથમિક શાળા મેદાન, સરદારની પ્રતિમા પાસે, વિભાપર, જામનગર ખાતે તથા તા. 05ના રવિવારે સાંજે 4.00 થી 7.00 વાગ્યા સુધી જામનગરના બેડી બંદર રોડ પર આવેલા દ્વારકાધીશ ટાઉનશીપ, રવિ પાર્ક સામે તથા કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે અને આણદાબાવા આશ્રમ, લીમડાલેન તથા ધનઅપૂર્વ ટાઉનશીપ, વાલ્મિકી સમાજની સામે તેમજ શાળા નંબર 19 સામે, સોનલમાતાના મંદિર ખાતે અને પ્રણામી મેદાન, રણજિતનગર પટેલ મેદાન સામે તથા કાલિન્દી ઇન્ટરનેશનલ સ્કૂલ, પટેલ પાર્ક ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.


