Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમ - VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમ – VIDEO

સ્વચ્છોત્સવ રેલી યોજાઇ : મેયર, ધારાસભ્યો, કમિશ્નર, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત : ટાઉન હોલ તથા ચાંદીબજાર નજીક મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવાઇ

જામનગરમાં આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા ભાજપ અગ્રણીઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા વોકેથોન અને સ્વચ્છોત્સવ રેલી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.

- Advertisement -

આજરોજ બીજી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે ભાજપા તથા જેએમસી પદાધિકારીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગાંધી જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ટાઉનહોલ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી. આ ઉપરાંત ચાંદીબજાર નજીક આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા હતાં. ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નકકી કરાયું હોય જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે વોકેથોન તથા સ્વચ્છોત્સવ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ટાઉનહોલ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી લાખોટા તળાવ ગેઇટ નં.1 ખાતે પુર્ણ થઇ હતી. ત્યારબાદ પ્રોત્સાહક ઇનામ વિતરણ, સ્વચ્છતા અંગેનું શેરી નાટક સહિતના કાર્યક્રમ યોજાયા હતાં.

- Advertisement -

આ કાર્યક્રમોમાં જામનગરના મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જામનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભા ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કમિશ્નર ડી.એન. મોદી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, પાર્થ જેઠવા, ગોપાલભાઇ સોરઠીયા, પરાગભાઇ પટેલ, જયરાજસિંહ, સુભાષભાઇ જોષી, કુસુમબેન પંડયા, ડિમ્પલબેન રાવલ, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, અગ્રણી ગીરીશભાઇ અમેથીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular