Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપોલીસ દ્વારા વકીલની અટકાયત મામલે પોલીસ કાર્યવાહીનો વકીલ મંડળ દ્વારા વિરોધ -...

પોલીસ દ્વારા વકીલની અટકાયત મામલે પોલીસ કાર્યવાહીનો વકીલ મંડળ દ્વારા વિરોધ – VIDEO

જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવાના પ્રકરણમાં પોલીસને તપાસ દરમ્યાન મળી આવેલી ઓડિયો ક્લિપના આધારે પોલીસે વકીલની અટકાયત કરતાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરી મકાન ખાલી કરાવવા માટે ખંડણી માંગ્યાના બનાવમાં મહિલાના નિવેદનના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો મંગળસિંહ ચૌહાણ સહિતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં તપાસ દરમ્યાન દીવલાએ એક રિક્ષાચાલકનો ફોન આંચકી લીધો હતો. આ ફોનમાંથી વકીલ નિર્મળસિંહ સાથે વાત કરી હતી. જેની ઓડિયો ક્લિપ તપાસ દરમ્યાન મળી આવી હતી. આ કેસમાં વકીલ નિર્મળસિંહની સંડોવણી ખુલી હોવાના પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે નિષ્પક્ષ તપાસ હાથ ધરી વકીલની ધરપકડ કરી અને ગઇકાલે અદાલતમાં રજૂ કરવા લઇ ગયા હતા ત્યારે વકીલો દ્વારા પોલીસની કામગીરી સામે પ્રશ્ર્નો ઉઠાવી વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સાંજે વકીલો દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા અને સેક્રેટર મનોજ ઝવેરી સહિતના હોદ્ેદારોની ઉપસ્થિતમાં જનરલ બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કાયદો હાથમાં લઇ ગેરકાયદેસર કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular