જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા આજરોજ વિજયદશમી મહોત્સવ તથા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર શહેરમાં આજે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગર રાજપૂત સેવા સમાજ અને જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર રાજપૂત સેવા સમાજ ક્રિકેટ બંગલા સામે જામનગર ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના આ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, નયનાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પી.એસ. જાડેજા, જગદીશસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાળા, પ્રવિણસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ તથા રાજપૂત સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં ભાઇઓ ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યુ હતું.


