Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતનું એકમાત્ર રાજ્ય જે હળદરના ઉત્પાદનમાં મોખરે...

ભારતનું એકમાત્ર રાજ્ય જે હળદરના ઉત્પાદનમાં મોખરે…

આયુર્વેદની દ્રષ્ટિએ પણ હળદર ખુબ મહત્વની છે. તો રસોડાની રાણી પણ છે. ઘરગથ્થુ ઉપચારમાં વપરાતી એક એવી ઔષધી પણ છે. જે આહારને રંગ પણ આપે છે તો સાથે-સાથે આરોગ્યવર્ધક પણ છે ત્યારે શું તમે ભારતના એકમાત્ર એવા રાજ્ય વિશે જાણો છો કે જે હળદરના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હળદર એક શાકભાજી અને ઔષધિય વનસ્પતિ બંને છે. તેના વિના તમે કોઇપણ વાનગી બનાવવાની કલ્પના પણ કરી શકતા નથી. ત્યારે ભારત હળદરના ઉત્પાદનમાં  વિશ્વમાં અગ્રેસર છે. જે વિશ્વની 80 ટકાથી વધુ હળદરનું ઉત્પાદન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ હળદર કયા ઉગાડવામાં આવે છે.

- Advertisement -

હળદર મુખ્યત્વે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ, ભારતનો ફાળો સૌથી મોટો છે. વિશ્વના કુલ હળદર ઉત્પાદનમાં એકલા ભારતનો ભાગ આશરે 75-80 ટકા છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, ઈન્ડોનેશિયા અને ચીન પણ હળદર ઉગાડે છે. પરંતુ, તેમનું ઉત્પાદન ભારત કરતા નોંધપાત્ર રીતે ઓછું છે. ભારત વાર્ષિક આશરે 1.1 થી 1.2 મિલિયન મેટ્રિક ટન હળદરનું ઉત્પાદન કરે છે. આંધપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યો મળીને દેશના હળદરનો મોટો ભાગ ઉત્પન્ન કરે છે. આ પ્રદેશોમાંથી હળદર મધ્ય પુર્વ યુરોપ અને યુનાઈટેડ સ્ટેટસ જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ત્યારે ભારતીય હળદર તેની ગુણવતા અને રંગ માટે વૈશ્વિક બજારમાં ખુબ માંગ ધરાવે છે.

- Advertisement -

ભારતને હળદરની વૈશ્વિક રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ભારતીય હળદર વિના વૈશ્વિક વેપારની કલ્પના કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે ભારત વિશ્વના નંબર 1 ઉત્પાદન અને નિકાસકાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખે છે. ભારત હળદરમાં ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં વિશ્વમાં અગ્રેસર છે. ગયા વર્ષે હળદરને નિકાસથી રૂા.3000 કરોડની આવક થઈ હતી. જેને ધ્યાને લઇને 2030 સુધીમાં આવકનો લક્ષ્યાંક વધારીને 8549 કરોડથી વધુ કર્યો છે.

તેલંગણા ભારતમાં હળદરનું સૌથી મોટું ઉત્પાદન રાજ્ય છે. જે દેશના હળદર ઉત્પાદનમાં 28-30 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે 22-23 ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. તો આ ઉપરાંત પણ આંધપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુનો પણ તેમાં સમાવેશ થાય છે. દર વર્ષે ભારતમાંથી બીજા ઘણાં દેશોમાં હળદરની નિકાસ થાય છે. બાંગ્લાદેશ, ઈરાન, સંયુકત આરબ અમીરાત, મલેશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉદી અરેબિયા, જાપાન, યુ.કે., જર્મની અને ઈટાલી બધા હળદરના ચાહક દેશો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular