Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસકયા શાકભાજીમાં સૌથી વધુ પ્રોટીન હોય છે ? પ્રોટીનનો રાજા કોણ....? જાણો

કયા શાકભાજીમાં સૌથી વધુ પ્રોટીન હોય છે ? પ્રોટીનનો રાજા કોણ….? જાણો

શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરને પ્રોટીન આપવું જરૂરી છે ત્યારે સ્વસ્થ જીવન જીવવા માટે સમતોલ આહાર લેવો જોઇએ ત્યારે તમારા પુરા દિવસની ડાયટમાં શું શું ઉમેરવું જોઇએ… ચાલો જાણીએ…

- Advertisement -

કયા ખોરાકમાં સૌથી વધુ પ્રોટીન હોય છે ? લીલા શાકભાજીમાં ઘણાં શક્તિશાળી પોષકત્તવો હોય છે તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે ત્યારે કેટલાંકમાં ખુબ ઓછું પ્રોટીન હોય છે અથવા તો કોઇકમાં બિલકુલ પ્રોટીન નથી હોતુ. લોકો એવું પણ વિચારતા હોય છે કે પ્રોટીન ફકત કઠોળ, દુધ તથા માંસમાંથી જ મળે છે પરંતુ શાકભાજીમાં પણ સારી માત્રામાં પ્રોટીન હોય છે. ખાસ કરીને પાલક, વટાણા, બ્રોકોલી અને કોબીજ જેવા શાકભાજી પ્રોટીનથી ભરપુર માનવામાં આવે છે. જેમાં વટાણાને સૌથી વધુ પ્રોટીનયુકત શાકભાજી માનવામાં આવે છે. એક કપ વટાણામાં લગભગ 8-9 ગ્રામ પ્રોટીન હોય છે જે શરીરમાં મસલ્સ બનાવવામાં ઉર્જા વધારવામાં અને રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવવામાં મદદ કરે છે. માટે જો પ્રોટીન યુકત આહાર ઈચ્છતા હોય તો લીલા શાકભાજી ખાવાની આદત પાડો. ત્યારે કેટલાંક એવા શાકભાજી વિશે વાત કરીએ જેમાં સૌથી ઓછું પ્રોટીન જોવા મળે છે.

કાકડી : કાકડી લગભગ 96% પાણીથી ભરપુર હોય છે તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે પરંતુ, પ્રોટીનનું પ્રમાણ ખુબ ઓછું હોય છે. 100 ગ્રામ કાકડીમાં ફકત 0.6 ગ્રામ પ્રોટીન જોવા મળે છે.

- Advertisement -

દુધી : દુધી સ્વાદમાં હળવી અને પેટ માટે હળવી હોય છે સ્વસ્થ હોવા છતાં તેમાં પ્રોટીનનું પ્રમાણ નહિવત છે. 100 ગ્રામ દુધીમાં ફકત 0.5-1 ગ્રામ પ્રોટીન હોય છે.

કોબી : કોબીમાં વિટામિન સી.કે. અને ફાઈબર ભરપુર માત્રામાં જોવા મળે છે તેનો ઉપયોગ સલાડ અને સુપમાં ઘણો થાય છે પરંતુ, તેમાં પ્રોટીન ઓછું મળે છે 100 ગ્રામમાં માત્ર 1 ગ્રામ પ્રોટીન જોવા મળે છે.

- Advertisement -

ત્યારે કેટલાંક શાકભાજી એવા પણ છે કે, જેમાં પ્રોટીન છે જ નહીં તો ચાલો તે કયા છે તે જાણીએ.. પ્રોટીન ફકત વનસ્પતિ અને પ્રાણી આધારિત ખોરાકમાં જ જોવા મળે છે કેટલીક વસ્તુઓમાં પ્રોટીન મળતું નથી જેમ કે, ખાંડ, તેલ અને ઘી જેવી વસ્તુઓ, સોફટ ડ્રિ્ંરકસ જેવા મોટાભાગના પીણા, પલ્પ વગરનો જયુસ, રિફાઈન્ડ લોટ, પ્રોસેસ્ડ નાસ્તા જેમ કે, ચિપ્સ, નાસ્તા, બિસ્કીટનો સમાવેશ થાય છે. ત્યારે શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા કેવો આહાર લેવો જોઇએ તે જાણીએ…

મગ, દાળ, અડદ, રાજમા અને ચણા ઉત્તમ સ્ત્રોત છે. તેમને દૈનિક આહારમાં સામેલ કરો.

સોયા, ટોડુ અને સોયા મિલ્ક પ્રોટીન માટે સારા છે. તેનો ઉપયોગ નાસ્તામાં કરી શકાય.

દૂધ, ચીઝ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો કેલ્શિયમ અને વિટામિન્સ સાથે પ્રોટીન પુરૂ પાડે છે.

બદામ, મગફળી, કોળુ અને સુર્યમુખીના બીજને તમે નાસ્તામાં અને સલાડમાં મિકસ કરીને ખાઈ શકો છો.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular