Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસ્વદેશીને પ્રોત્સાહન આપવા જામનગર મહાનગરપાલિકા યોજશે શોપિંગ ફેસ્ટીવલ

સ્વદેશીને પ્રોત્સાહન આપવા જામનગર મહાનગરપાલિકા યોજશે શોપિંગ ફેસ્ટીવલ

દશેરાથી દિવાળી સુધી યોજાનારા સ્વદેશી મેળામાં ભાગ લેવો છે ? જાણવા કરો ક્લિક

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા દશેરાથી દિવાળી સુધી શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વોકર ફોર લોકલ’ ને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત સ્થાનિક કક્ષાએ સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, ક્રાફટ તેમજ અન્ય ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરવામાં આવનાર આ શોપિંગ ફેસ્ટીવલમાં DAY- NULM, NRLM યોજના અન્વયે રજીસ્ટર થયેલા સ્વ-સહાય જૂથના બહેનો, પીએમ સ્વનિધિ યોજના અન્વયે રજીસ્ટર થયેલા ફુડ સ્ટ્રીટ વેન્ડરો ભાગ લઇ શકશે. તેમને મહાપાલિકા દ્વારા વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. જે કોઇ આ શોપિંગ ફેસ્ટીવલમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ 4 ઓકટોબર સુધી સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી જામ્યુકોની યુસીડી શાખામાં અરજી આપવાની રહેશે. અથવા ઈમેલ આઈડી jamnagar.gulm@gmail.com ઉપર પણ મોકલી શકાશે. આવેલી અરજીઓને ડ્રો સિસ્ટમથી સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular