Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો પ્રારંભ -...

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો પ્રારંભ – VIDEO

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જેમાં કૃષિમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ‘ચાલો બનીએ આદર્શ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર જિલ્લાની તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓના તથા સ્વનિર્ભર શાળાઓના 2103થી વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

પ્રમુખ જામનગર જિલ્લા મુખ્યશિક્ષક સંઘ તેમજ ઉપસ્થિત મહેમાનઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટયથી આ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જામનગરના કોઠારી સ્વામી પૂજ્ય ધર્મનિધી સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તેઓ મુલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે, તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ‘ચાલો બનીએ આદર્શ’ની એપ્લિકેશનના માઘ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે. બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા કાર્યરત આ કાર્યક્રમથી કઇ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું. રાજકોટથી પધારેલા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સા વિધા યા વિમુકતયે વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યુ હતું. કાર્યક્રમના અંતે સંત નિર્દેશક પૂજ્ય અક્ષરતિલક સ્વામીજીએ સૌનો આધાર પ્રગટ કર્યો હતો. સાથે કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભારતના ઉજ્જવળ ભાવિ તરફ એક ડગલું આગળ ભરવાની નેમ સર્વે આચાર્ય તથા શિક્ષકોએ લીધી હતી.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા, 76 કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરી, ડીઇઓ-ડીપીઇઓ વિપુલભાઇ મહેતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પ્રાચાર્ય ડો. સંજયભાઇ જાની, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન હુલ્લાસબા જાડેજા, જામનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઇ કટલાણી, સ્વનિર્ભર સંચાલક મંડળ જામનગર પ્રમુખ ચંદ્રકાન્તભાઇ ખાખરીયા, નિર્ભર સંચાલક મંડળ પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular