ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, અને ખાસ કરીને મોટાભાગે નવરાત્રીના આયોજન માટે વરસાદ વેરી બન્યો હતો. જામનગર જિલ્લામાં 22 જેટલા અર્વાચીન રાસ મહોત્સવ યોજાઈ રહ્યા છે, જયારે 750 થી વધુ શેરી ગલીઓમાં નાની ગરબી યોજાઈ રહી છે, ત્યાં ગઈકાલે રાત્રે વરસાદ વેરી બનીને ત્રાટક્યો હતો, અને મોટાભાગના આયોજનો રદ થયા હતા.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન મનાતી અર્બન સહિતની 22 જેટલી કોમર્શિયલ ગરબીના આયોજનો ગઈકાલે રાત્રે રદ થઈ ગયા હતા. સમગ્ર જિલ્લાના પડેલા તોફાની વરસાદના કારણે આયોજકોને એકાએક દોડધામ કરવી પડી હતી. રાત્રિના 9.20 વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેથી ગરબી મંડળના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા. લાઇટિંગ, મંડપ, તેમજ ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમ ને બચાવવા માટે આયોજકોએ ભારે કવાયત કરવી પડી હતી. મોટા આયોજકોએ માત્ર માતાજીની આરતી કરીને ગઈ કાલે નોરતું પૂર્ણ કરવાનો વારો આવ્યો હતો. આયોજન કોઈ માત્ર મોબાઇલના સહારે આરતી પૂર્ણ કરી લેવાઇ હતી.
તે જ રીતે શેરી ગલીમાં યોજાતી નાની બાળાઓની ગરબીઝ કે જેમાં રાત્રિના નવ વાગ્યાથી મોટાભાગના સ્થળે ગરબી શરૂ થઈ ગઈ હતી, પરંતુ સાડા નવ વાગ્યા બાદ તુટી પડેલા વરસાદના કારણે અનેક ગરબી માં દોડધામ થઈ હતી, અને બાળાઓને સહી સલામ રીતે તેઓના ઘેર પહોંચાડી દેવા માટે ગરબી મંડળના સંચાલકો દ્વારા કવાયત કરવાનો વારો આવ્યો હતો. જયારે કેટલાક દર્દી મંડળના સંચાલકોએ આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના સ્થળો પર બાળાઓને સ્થળાંતર કરીને ત્યાં માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાત્રે 11 વાગ્યે ઓપરેશન સિંદુરની થીમ પર ગરબા યોજવા નિર્ણય લેવાયો હોવાથી જામનગર શહેર જિલ્લાના અનેક ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જો કે મોટાભાગના સ્થળે ગરબીનું એક દિવસનું આયોજન રાખવું પડ્યું હતું. પરંતુ કેટલાક ગરબી મંડળના સંચાલકો દ્વારા આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળે સલામત રીતે રહીને ઓપરેશન સીંદૂરની થીમ વાળો ગરબો ગાઇને હાથમા તિરંગા ફરકાવી સરકારના ઓપરેશન સિંદૂર થીમ સાથેના ગરબાનું સૂત્ર સાર્થક કર્યું હતું.


