Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરનવરાત્રિમાં સાતમા નોરતે અડધાથી ત્રણ ઇંચ વરસાદ

નવરાત્રિમાં સાતમા નોરતે અડધાથી ત્રણ ઇંચ વરસાદ

જામનગરમાં બે ઇંચ, ધ્રોલ લાલપુરમાં દોઢ-દોઢ ઇંચ, વસઇમાં ત્રણ ઇંચ વરસાદ : ગાજવીજ સાથે વરસાદ

જામનગર શહેર જિલ્લામાં ગઇકાલે રાત્રીના સમયે આવેલા હવામાનમાં પલટા બાદ મેઘરાજાના આગમનથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડયો હતો. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 2 ઇંચ, જોડિયામાં 1 ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લાલપુરમાં દોઢ ઇંચ તથા જામજોધપુર અને કાલાવડમાં અડધો-અડધો ઇંચ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. અને ગરબીઓ રદ કરવાની ફરજ પડી હતી. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી ત્રણ ઇંચ સુધી પાણી વરસી જતાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતાં.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે 7માં નોરતે રાત્રીના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને વિજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાની પધરામણી થઇ હતી. ગઇકાલે રાત્રીના સમયે વરસેલા તોફાની વરસાદથી માર્ગો પાણી-પાણી થયા હતાં. બીજી તરફ નોરતાને લઇ ખૈલેયાઓના રંગમાં પણ ભંગ પડયો હતો. મોડી રાત્રીએ થયેલા વરસાદથી શહેરના ગરબી સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. મોટા ભાગના ગરબાના આયોજનો રદ થયા હતાં. જામનગર શહેર જિલ્લામાં સાર્વત્રીક મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગરમાં 2 ઇંચ (54 મી.મી.), ધ્રોલમાં દોઢ ઇંચ (34 મી.મી.), લાલપુરમાં દોઢ ઇંચ (38 મી.મી.), જોડિયામાં 1 ઇંચ (24 મી.મી.), કાલાવડ તથા જામજોધપુરમાં 15-15 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. અને અડધાથી 3 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જામનગર તાલુકાના વસઇમાં 73 મી.મી., લાખાબાવળમાં 40 મી.મી., મોટી બાણુગારમાં 50 મી.મી., ફલ્લામાં 27 મી.મી., જામવથલીમાં 25 મી.મી., મોટી ભલસાણમાં 27 મી.મી., અલીયાબાડામાં 62 મી.મી., દરેડમાં 15 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 20 મી.મી., બાલંભામાં 15 મી.મી., પીઠડમાં 45 મી.મી., ધ્રોલ તાલુકાના લતીપુરમાં 27 મી.મી., જાલીયા દેવાળીમાં 20 મી.મી., લૈયારામાં 10 મી.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 20 મી.મી., ખરેડીમાં 25 મી.મી., મોટા વડાળામાં 22 મી.મી., ભલસાણ બેરાજામાં 20 મી.મી., નવાગામમાં 30 મી.મી., મોટા પાંચ દેવડામાં 12 મી.મી., જામજોધપુર તાલુકાના સમાણામાં 26 મી.મી., શેઠવડાળામાં 30, જામવાડીમાં 22 મી.મી., વાસજાળીયામાં 50 મી.મી., ધુનડામાં 41 મી.મી., ધ્રાફામાં 35 મી.મી., પરડવામાં 20 મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડામાં 14 મી.મી., પડાણામાં 40 મી.મી., ભણગોરમાં 22 મી.મી., મોટા ખડબામાં 25 મી.મી., મોડપરમાં 62 મી.મી., હરીપરમાં 23 મી.મી. વરસાદ વરસ્યો હતો. જામનગર શહેર જિલ્લામાં થયેલા વરસાદના પરીણામે માર્ગો પાણી-પાણી થયા હતાં. નવરાત્રીનો સમય હોય શહેરીજનો દર્શનાર્થે તેમજ ગરબી નિહાળવા નિકળ્યા હોય મેઘરાજાના આગમનથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular