જામનગરમાં ધનવંતરી મેદાનની સામે આવેલ એક ટુવ્હીલરના શો-રૂમમાં અગાસીના ભાગે પડેલ ભંગારમાં અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં શોરૂમના સ્ટાફ તથા ફાયર વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી તાબડતોબ આગ ઉપર કાબુ મેળવી લેતા કોઇ મોટી નુકશાની થતાં અટકી હતી. અને આગને વધુ ફેલાતા અટકાવી દેવામાં આવી હતી. આ આગને પરિણામે ધુમાડા દૂરથી જોવા મળ્યા હતાં. જોકે શોરૂમના સ્ટાફ અને ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ ફેલાતી અટકી હતી.
View this post on Instagram


