આઇશ્રી સોનલમા શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા 49 દિગ્વીજય પ્લોટના છેડે ઉદ્યોગનગર રોડ, જામનગર ખાતે સોનલ નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન ચારણ સમાજના કલાકારો દ્વારા જુના રાસો ગાવામાં આવે છે અને ચારણ સમાજના યુવાનો દ્વારા મણીયારો રાસ તેમજ ચારણ બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. ચારણ સમાજના યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરાયો હતો. જેને નિહાળવા ચારણ સમાજ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં.
View this post on Instagram


