View this post on Instagram
જામનગર શહેરમાં તુલસી એવન્યુ ખાતે આ વર્ષે નવરાત્રીનો રંગ અનોખી શાન સાથે છવાઈ રહ્યો છે. રાસ નગરીના મેદાનમાં ખેલૈયાઓ રોયલ લુક અને ગામઠી ટચ સાથે રંગે રંગાઈ રહ્યા છે. આ ભવ્ય આયોજનના યજમાન મિહિર કેતન બારડ અને સિદ્ધરાજસિંહ ઝાલા છે, જેઓ ખેલૈયાઓને યાદગાર અનુભવ અપાવી રહ્યા છે.
આ ભવ્ય આયોજનમાં ખબર ગુજરાત મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે, જેના માધ્યમથી રાસ નગરીની અનોખી ઝલક સમગ્ર ગુજરાત સુધી પહોચી રહી છે.
ગરબા પ્રેમીઓ ભરૂચના જાણીતા ડીજે તથા એનાઉન્સર સોમા પટેલના સંગીત અને અવાજ પર ઝૂમીને ગરબા રમે છે. મેદાનમાં ખાસ તૈયાર કરાયેલા રોયલ ગામઠી લુકવાળા સેલ્ફી ઝોન ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખેલૈયાઓ વિશાળ અને ખુલ્લા મેદાનમાં નિરાંતે ગરબાની મોજ માણી રહ્યા છે. વી.આઈ.પી. મહેમાનો માટે અલગ વ્યવસ્થા, પૂરતી બેઠક વ્યવસ્થા તથા વાહન વ્યવહાર માટે વિશાળ પાર્કિંગ સુવિધા ખેલૈયાઓને સુવિધા અને આરામ પૂરો પાડી રહી છે.
રાસ નગરીમાં ખેલૈયાઓ માત્ર સંગીતની મોજ જ નહીં પરંતુ સ્વાદનો આનંદ પણ લઈ રહ્યા છે. જામનગરના જાણીતા ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ પર ખેલૈયાઓ બેસીને સ્વાદિષ્ટ ભોજન માણી રહ્યા છે. રાસ અને રસોઈના આ અનોખા સંગમથી નવરાત્રીનો આનંદ અનેક ગણો વધી ગયો છે.
સુરક્ષા અને આરોગ્યની દૃષ્ટિએ પણ તુલસી એવન્યુમાં ખાસ સાવચેતી અપનાવવામાં આવી છે. ખેલૈયાઓની સુરક્ષા માટે હરિયાણાના બાઉન્સરોની ખાસ ટીમ તૈનાત છે, મેદાનમાં સીસીટીવી કવરેજ સક્રિય છે અને ફાયર સેફ્ટીની તમામ શરતોનું પાલન થઈ રહ્યું છે. સાથે જ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ ટીમ સતત તૈનાત છે. જેના કારણે ખેલૈયાઓ પારિવારિક અને નિરાંતે માહોલમાં નવરાત્રીની મોજ માણી રહ્યા છે.
રાસ નગરી – તુલસી એવન્યુમાં નવરાત્રીની રાતો ગરબા રસિકો માટે Iconic બની રહી છે. ખેલૈયાઓ રંગે રંગાઈને આ નવરાત્રીને યાદગાર બનાવી રહ્યા છે. અને જે લોકો હજી સુધી જોડાયા નથી, તેમના માટે આયોજકો તરફથી ખાસ આમંત્રણ છે કે તેઓ આજે જ પોતાનો Iconic પાસ બુક કરીને આ ભવ્ય નવરાત્રીનો આનંદ માણે.


