Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જયશ્રી આશાપુરા ગરબી મંડળમાં અઠંગા રાસનું આકર્ષણ - VIDEO

જામનગરની જયશ્રી આશાપુરા ગરબી મંડળમાં અઠંગા રાસનું આકર્ષણ – VIDEO

જામનગરની જયશ્રી આશાપુરા ગરબી મંડળમાં યોજાતો અઠંગા રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે.

- Advertisement -

જામનગર શહેરના ન્યૂ જેલ રોડ રાજપૂત પરા, કુંવરબાઇની ધર્મશાળા સામે આવેલ જય શ્રી આશાપુરા ગરબી મંડળની સ્થાપના ઈ.સ.1938 માં થઇ હતી. છેલ્લા નવ દાયકાથી વધુ સમય થી આ ગરબી પરંપરાગત રાસ અને ભક્તિના અનોખા સંયોજન માટે જાણીતી છે.

- Advertisement -

આ ગરબીની ખાસ વિશેષતા તરીકે અઠંગા રાસ છે જેને લોકપ્રિય રીતે ગોપ ગુઠણ રાસ અને કાન ગોપી રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભગવાન ક્રિષ્ના ની બાળલીલા સાથે જોડાયેલો છે. જેમાં સોળ સભ્યો દોરડા વડે રાસ રજુ કરે છે. અઠંગા રાસ ની સાથે સાથે તલવાર રાસ પણ અનોખું આકર્ષણ ધરાવે છે, જેમાં મંડળના સભ્યો બે તલવાર સાથે શિસ્તબદ્ધ રીતે રાસ રજુ કરે છે. તલવાર રાસ એ માત્ર રાસ નથી, પરંતુ રાજપૂત શૌર્ય, સાહસ અને ભક્તિનું જીવંત પ્રતિબિંબ છે.

વર્ષો વીતી ગયા હોવા છતાં જય શ્રી આશાપુરા ગરબી મંડળએ પોતાની મૂળ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને અખંડ રાખ્યું છે. આજે પણ મંડળના સભ્યો ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગરબી રમે છે અને નવી પેઢીને પણ આ પરંપરાના વારસાથી જોડે છે.

- Advertisement -

આ રીતે જય શ્રી આશાપુરા ગરબી મંડળ માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માં પરંપરા, શ્રદ્ધા અને શૌર્યનું જીવંત પ્રતિક બનીને ઉભરી આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular