ગુજરાતમાં નવરાત્રી પર્વ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાતો હોય છે. આ પર્વનો આનંદ માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતમાં અભ્યાસ માટે આવેલા વિદેશી નાગરિકો પણ માણતા જોવા મળે છે.
જામનગર સ્થિત આયુર્વેદના આઈટીઆરએ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ નવરાત્રિના પાવન પર્વમાં પરંપરાગત વેશભૂષામાં રંગબેરંગી ગરબે રમીને સૌનું મન જીતી લીધું. અનેક દેશોના વિદ્યાર્થીઓએ ગુજરાતી લોકસંસ્કૃતિ સાથે ભળી ઉત્સવની મોજ માણી હતી.
View this post on Instagram
આ પ્રસંગે સંસ્કૃતિની અનોખી એકતા ઝળકી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ પૂરતો જ નહીં પરંતુ સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને પણ સ્વીકારીને ઉમંગભેર ગરબા રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતી.


