Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં બાંધકામ સાઇટ પર કોંક્રિટની લિફ્ટ માથે પડતાં યુવતીનું મોત

દ્વારકામાં બાંધકામ સાઇટ પર કોંક્રિટની લિફ્ટ માથે પડતાં યુવતીનું મોત

બાંધકામ સાઇટ પર પાંચમા માળે અકસ્માતે કોંક્રિટની લિફ્ટ તૂટી : પાણી નાખવાનું કામ કરતી યુવતી ગંભીર ઘવાઇ : સારવાર કારગત ન નિવડી : ટુંપણી ગામમાં યુવાનની આત્મહત્યા : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

દ્વારકાના વરવાળા ગામમાં રહેતી યુવતી દ્વારકામાં બાંધકામ સાઇટ પર કામ કરતી હતી ત્યારે કોંક્રિટ ભરેલી લીફટ માથે પડતાં ગંભીર ઇજા પહોંચવાથી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. દ્વારકા તાલુકાના ટુંપણી ગામમાં રહેતા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ દ્વારકાના વરવાળા ગામે રહેતા કાજલબેન રામાભાઈ વાઘેલા (ઉ.વ.24) નામની પરિણીત યુવતી દ્વારકામાં એક હોટલ સામે ચાલી રહેલા એક બાંધકામ દરમિયાન કોંક્રિટના સ્લેબ તથા કોલમ ભરવાની ચાલી રહેલી કામગીરી માટે કોંક્રિટ બનાવવા માટે ગોળામાં સિમેન્ટ તથા રેતી નાખવાનું કામ ચાલુ હતું, ત્યારે અહીં પાણી નાખવાનું કામ કરી રહેલા કાજલબેન ઉપર કોંક્રિટ ભરેલી લિફ્ટ પાંચમા માળે જતા અકસ્માતે અચાનક તૂટીને તેમના પર પડી હતી. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રામાભાઈએ દ્વારકા પોલીસને કરી હતી. જેના આધારે પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે રહેતા મેસુરભાઈ રામદેભાઈ પોપણીયા (ઉ.વ.29) નામના આહીર યુવાને સોમવારે રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમનો દરવાજો બંધ કરી અને લોખંડના પાઇપ પર દોરડું બાંધીને આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના નાનાભાઇ મેરગભાઇએ પોલીસને જાણ કરતાં દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular