ભારતીય શેરબજારમાં દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. આ દિવસે સ્ટોક એક્સચેન્જ બંધ હોવા છતાં, તે સાંજે એક કલાકના ખાસ સમયગાળા માટે ખુલ્લું રહે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ વખતે, મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરે સાંજને બદલે બપોરે થશે. એટલે આ અવસર પર સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર બપોરે 01:45 થી 02:45 વાગ્યા સુધી એક કલાકનો ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજશે. મુહૂર્ત ટ્રેડિંગ માટે 15 મિનિટનો પ્રી-ઓપનિંગ સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી યોજાશે.
મુહૂર્ત ટ્રેડિંગ ટાઇમ સ્લોટમાં ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ સહિત વિવિધ સેગમેન્ટમાં ટ્રેડિંગનો પણ સમાવેશ થશે. BSE-NSE એ 22 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં આ જાહેરાત કરી હતી.


