Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતચોમાસાએ પૂછડું વિંઝ્યું : કોલકાત્તા ડૂબ્યું, દક્ષિણ ગુજરાત જળબંબોળ

ચોમાસાએ પૂછડું વિંઝ્યું : કોલકાત્તા ડૂબ્યું, દક્ષિણ ગુજરાત જળબંબોળ

એક રાતમાં ત્રાટકેલા 13 ઇંચ વરસાદથી આખું કોલકત્તા શહેર જળમગ્ન : મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં હોડીઓ ફરવા લાગી : દક્ષિણ ગુજરાતના ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર : ગુજરાતમાં ખેલૈયાઓના રાસભંગ માટે મેઘરાજા તૈયાર

દેશમાં વિદાય લઇ રહેલા ચોમાસાએ પૂછડું વિંઝ્યું હોય તેમ અનેક વિસ્તારોમાં ખાબકેલા અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કોલક્તા શહેરમાં માત્ર એક જ રાતમાં ઝીંકાયેલા અંધાધૂંધ 13 ઇંચ વરસાદને કારણે આખું શહેર જળમગ્ન બની ગયું છે. તો બીજી તરફ નવરાત્રિના પ્રારંભે જ ગુજરાતમાં પણ મેઘરાજાએ ગરબા રમવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગના આહવામાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેને કારણે આ વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આગામી એક સપ્તાહ મેઘરાજાએ ગુજરાતમાં નવરાત્રિના ગરબામાં ભંગ પાડવાની તૈયારી કરી લીધી છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ વીજળીનો કરંટ લાગવાથી અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે. છેલ્લા 6 કલાકમાં શહેરમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં રાતભરના સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે લાઇન પર પાણી ભરાઈ જતાં સવારથી જ ટ્રેન સેવાઓ અટકી પડી છે. આ જળભરાવને કારણે ચક્રરેલની અપ અને ડાઉન લાઇન સેવાઓ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સિયાલદહની દક્ષિણ શાખા પર પણ ટ્રેન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે અને હાવડા ડિવિઝનના મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે મોડી રાતથી ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે મંગળવારે ઘણી અગવડતાઓ સર્જાઈ હતી. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.મંગળવારે રાત્રે પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પડેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. શહેરમાં છેલ્લા છ કલાકમાં 250 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા ભાગોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે ટ્રાફિક પર ભારે અસર પડી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. મેટ્રો અને રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. વરસાદને કારણે ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, અને ઘરો અને રહેણાંક સંકુલોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર, દક્ષિણ કોલકાતાના ગારિયા કામદહરી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યાં થોડા કલાકોમાં જ 332 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી જોધપુર પાર્ક (285 મીમી), કાલીઘાટ (280 મીમી), ટોપ્સિયા (275 મીમી) અને બાલીગંજ (264 મીમી) નો ક્રમ આવ્યો. ઉત્તર કોલકાતાના થંટનિયા વિસ્તારમાં પણ 195 મીમી વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર હોડીઓ દોડી રહી છે, ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે… રેકોર્ડબ્રેક વરસાદને કારણે કોલકાતાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પરૂમિ બંગાળમાં કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં રાતોરાત ભારે વરસાદ પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. મધ્યરાત્રિ પછી શરૂ થયેલા વરસાદથી રસ્તાઓ ડૂબી ગયા હતા અને કોલકાતામાં ઘણા ઘરો અને રહેણાંક સંકુલોમાં ઘૂસી ગયા હતા. રાતભર સતત પડી રહેલા ધોધમાર વરસાદથી કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઈંચ મહુવામાં 3.03 ઈંચ, પલસાણામાં 2.87 ઈંચ, સુબીરમાં 2.36 ઈંચ, ધરમપુરમાં 2.24 ઈંચ, કપરાડામાં 2.13 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

ડાંગ જિલ્લાના આહવમાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખબાકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આહવાના પિંપરી અને ચિકટીયા ગામોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોતરફ પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ખાપરી, પૂર્ણા, અંબિકા અને ગિરામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, 23મી અને 24મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular