Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગુરૂકૃપા હાઇટ્સ ફલેટ ઓનર્સ એસો. દ્વારા અકસ્માત ટાળવા ટ્રાફીક પોલીસ કર્મચારીઓની તૈનાતીની...

ગુરૂકૃપા હાઇટ્સ ફલેટ ઓનર્સ એસો. દ્વારા અકસ્માત ટાળવા ટ્રાફીક પોલીસ કર્મચારીઓની તૈનાતીની માંગ

કમિશ્નરને પત્ર લખી કરાઇ રજૂઆત

જામનગરમાં શરૂસેકશન રોડ પાસે આવેલ ગુરૂકૃપા હાઇટ્સ ફલેટ ઓનર્સ એસોસીએશન દ્વારા ટ્રાફીક પોલીસ કર્મચારીઓ તૈનાત કરવાની માંગણી સાથે જામ્યુકો કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

એસોસીએશન દ્વારા જામનગર મહાનગરપાલિકા કમિશ્નરને કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે શરૂસેકશન રોડ પર આવેલ ગુરૂકૃપા હાઇટ્સ વિસ્તારમાં ગંભીર ટ્રાફીક સમસ્યા અને ટ્રાફીક નિયમનનું ઉલ્લંઘન જાહેર સલામતીનું જોખમ સર્જે છે. ભારે વાહનો તેમજ દ્વિચક્રી વાહનો દ્વારા ખોટી બાજુ વાહન ચલાવવામાં આવે છે. જેના પરિણામે અકસ્માતનું જોખમ સર્જાય છે. તેમજ ગુરૂકૃપા હાઇટ્સની સામે આવેલા નવા બાંધેલા પાર્કીગ વિસ્તારને શેરી વિક્રેતાઓ અને પથારાવાળાનો ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે. જેના કારણે રહેવાસીઓ માટે નિર્ધારીત પાર્કીગ સ્થળોનો અવરોધ, ટ્રાફીકજામ સહિતની સમસ્યા સર્જાય છે. અને રહેવાસીઓમાં તથા રાહદારીઓ માટે સલામતીનું જોખમ સર્જાય છે.

આ વિસ્તારના રહેવાસીઓ સતત ભયમાં જીવતા હોય તાત્કાલીક ટ્રાફીક પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવા, નિર્ધારીત પાર્કીગ વિસ્તારમાંથી અનઅધિકૃત શેરી વિક્રેતાઓને હટાવવા ટ્રાફીક નિયમોનું પાલન થાય તે માટે પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular