જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા યુવાનને ઘણા સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને ચાર દિવસ પૂર્વે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતાં નરસીભાઇ મનસુખભાઇ કણજારિયા (ઉ.વ.35) નામના સતવારા યુવાનને ઘણા સમયથી માનસિક બિમારી થઇ હતી અને આ બિમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગત્ તા. 18ના બપોરે તેના ઘરે છતના પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઇ દ્વારા જાણ કરતા હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


