જામનગર તાલુકાના હાપા જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં નરાધમ શખ્સએ ગાય સાથે અમાનુષી કૃત્ય આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ગામના જીઆઇડીસી વિસ્તારમાં રંગમતિ આવાસની પાછળના ખુલ્લા મેદાનમાં રવિવારે બપોરના સમયે ખારી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા ચેતન ગોકુલ રાણેવડિયા નામના નરાધમે ગાય સાથે અમાનુષી કૃત્ય આચરી ધાર્મિક લાગણી દુભાવી હતી. આ બનાવમાં હર્ષાબેન દ્વારા જાણ કરાતા હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફએ ચેતન વિરૂઘ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(એ) મુજબ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


