જીએસટી સુધારા (જીએસટી 2.0) દેશમાં 22 સપ્ટેમ્બર, 2025, નવરાત્રીના પહેલા દિવસે અમલમાં આવ્યા છે. આ સાથે, કરિયાણાની વસ્તુઓ અને ડેરી ઉત્પાદનોથી લઈને ટીવી, એસી, અને કાર અને બાઇક સુધીની ઘણી વસ્તુઓના દર પણ બદલાશે અને સસ્તા થશે. કેટલીક લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર ટેક્સ વધશે, એટલે કે તે વધુ મોંઘા થશે. ચાલો જાણીએ કે તમને જોઈતી વસ્તુઓ હવે કયા ટેક્સ સ્લેબ હેઠળ આવશે અને તેના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળશે?
નવરાત્રિના શુભારંભ સાથે આજ 22 સપ્ટેમ્બર, 2025થી જીએસટીમાં મોટો સુધારો લાગુ થયો છે. સરકારે જીએસટી સ્લેબ 12 ટકા અને 28 ટકા દૂર કરી માત્ર બે 5 ટકા અને 18 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. જેમાં મોટાભાગની પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા છે. જો કે, લકઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો માટે એક નવો 40 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. સરકારે જીએસટી માં સુધારો કર્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને મોટા પાયે બજારમાં મળતા ઉત્પાદનોને વધુ સસ્તા બનાવવા માટે તેનું નવું કર માળખું ડિઝાઇન કર્યું છે. સામાન્ય માણસના પરિવાર માટે, આનો અર્થ એ છે કે તેઓ હવે કરિયાણાના બિલ, ડેરી અને ઉપકરણોના ભાવમાં રાહતનો અનુભવ કરશે. રાહત ઘરના રસોડામાંથી શરૂ થાય છે, અને આને ધ્યાનમાં રાખીને, ડેરી ઉત્પાદનો, ખાદ્ય તેલ, પેકેજ્ડ લોટ અને સાબુ જેવી અન્ય દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પણ સુધારેલા દરો હેઠળ સસ્તા થયા છે. વધુમાં, બાળકોના શિક્ષણ પુરવઠાથી લઈને દવાઓ, કાર, બાઇક, એર ક્ધડીશનર અને ટીવી સુધીની દરેક વસ્તુના ભાવમાં પણ ઘટાડો થયો છે.
જીએસટી સુધારા હેઠળ, સરકારે ઘણી વસ્તુઓ માટે જીએસટી સ્લેબમાં સુધારો કર્યો છે અને ઘણી વસ્તુઓને જીએસટી મુક્ત પણ કરી છે. ખાદ્ય ઉત્પાદનો મુખ્યત્વે હવે શૂન્ય જીએસટીને આધિન છે. 5% થી 18% સ્લેબમાં આવતા ઘણા ઉત્પાદનોને જીએસટી-મુક્ત કરવામાં આવ્યા છે. આમાં શ્ણ્વ્ દૂધ, પનીર, પીઝા, તમામ પ્રકારની બ્રેડ, તૈયાર રોટલી અને તૈયાર પરાઠાનો સમાવેશ થાય છે. વધુમાં, બાળકોની શૈક્ષણિક વસ્તુઓ જેમ કે પેન્સિલો, કટર, રબર, નોટબુક, નકશા, ગ્લોબ્સ, વોટર સર્વે ચાર્ટ, એટલાસ, પ્રેક્ટિસ બુક્સ, ગ્રાફ બુક્સ અને લેબોરેટરી નોટબુક્સ હવે 12%ને બદલે શૂન્ય જીએસટીમાં ઘટાડી દેવામાં આવી છે. જશક્ષ ગુડ્સમાં એવી વસ્તુઓ અથવા સેવાઓ સામેલ છે, જે લોકોને સ્વાસ્થ્ય અને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે પાન મસાલા, સિગારેટ, ગુટખા અને ફાસ્ટ ફૂડ. આ યાદીમાં એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે જે લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે જુગાર, સટ્ટો અને અન્ય ગેમિંગ સેવાઓ. તેના પર 40% નો ઊંચો જીએસટી લાગુ થશે. સરકારે જશક્ષ ગુડ્સ કેટેગરીમાં સુપર-લક્ઝરી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે, જેમાં મોટી અને લક્ઝરી કાર, ખાનગી જેટ, યાટ, હેલિકોપ્ટર અને કેટલીક બાઇકનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓ કરાવશે બચત
ઘી, બટર, ચીઝ, મધ, પીતળ-તાંબાના વાસણ, માચીસ, વગેરે પરનો જીએસટી 12 માંથી 5 ટકા થયો છે. ઘીમાં લીટર-કિલોએ 40 રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર થયો છે.
બાળકોનાં ઉપયોગી ડાયપર દુધની બોટલ, બેબી નેપકીન વગેરે પણ 12 ને બદલે 5 ટકાના જીએસટીમાં આવતી સસ્તી થઈ છે.48 ડાયપરનાં પેકની કિંમતમાં અંદાજીત 40 રૂપિયાનો ઘટાડો છે.
બટર, સુકામેવા, ચોકલેટ, પાસ્તા, નમકીન, જામ, નારીયેળ પાણી, સોસ, મિકસ મસાલા મકાઈનો લોટ, ટોમેટા, સોયા સોસ, માયોનીઝ, વગેરે ચીજો પણ પાંચ ટકાનાં સ્લેબમાં આવી છે.
ટુ-વ્હીલર તથા લકઝરી સિવાયની કારો પણ 28 ને બદલે 18 ટકામાં આવતા સસ્તી થઈ છે.સીમેન્ટ પરનો જીએસટી 28 ને બદલે 18 ટકા થતાં બાંધકામ સસ્તુ થશે ટીવી-એસી જેવી ઈલેકટ્રોનિકસ ચીજો 28 ને બદલે 18 ટકાના સ્લેબમાં આવતા સસ્તા થયા છે.
આ વસ્તુઓ થઇ જશે મોંઘી
બધા સ્વાદવાળા અથવા મીઠા પાણી
બિન-આલ્કોહોલિક પીણાં,
કાર્બોનેટેડ ફળ પીણાં
કેફીનયુક્ત પીણાં
વનસ્પતિ આધારિત દૂધ પીણાં
કાચા તમાકુ, તમાકુના અવશેષો
સિગાર, ચેરૂટ, સિગારિલો, સિગારેટ
તમાકુ/નિકોટિન ઉત્પાદનો (દહન વિના શ્વાસમાં લેવાયેલા ઉત્પાદનો સહિત)
કોલસો, બ્રિકેટ્સ, કોલસા આધારિત ઘન ઇંધણ
લિગ્નાઇટ
મેન્થોલ ડેરિવેટિવ્ઝ
મોટરસાયકલ (350 સીસીથી વધુ)
જઞટ અને લક્ઝરી કાર
રિવોલ્વર અને પિસ્તોલ
ખાનગી જેટ, બિઝનેસ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર યાટ્સ


