Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસસફેદ કે ગુલાબી કયુ જામફળ ખાવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક...?? જાણો...

સફેદ કે ગુલાબી કયુ જામફળ ખાવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક…?? જાણો…

દરેક ઋતુ મુજબ જુદા જુદા શાકભાજી અને ફળો આવતા હોય છે ત્યારે મોટા ભાગે ડોકટર્સ સીઝનલ ફ્રુટસ અને વેજીટેબલસ ખાવાની સલાહ આપતા જોવા મળે છે. ત્યારે જામફળને સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે તો શું તમે જાણો છો કે સફેદ કે ગુલાબી જામફળમાંથી કયુ જામફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણવામાં આવે છે..? તો ચાલો જાણીએ ડાયટીશીયન એકસપર્ટ શું કહે છે ?

- Advertisement -

ગુલાબી જામફળમાં પાણીનું પ્રમાણ વધુ, ખાંડ ઓછી, સ્ટાર્સ ઓછું, વિટામિન સી વધુ હોય છે જે સ્વાસ્થય માટે ઉપયોગી છે ત્યારે ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ડોકટરો પણ મોસમી ફળો ખાવાની સલાહ આપે છે ત્યારે કેટલાંક ફળો સ્વાસ્થ માટે ખુબ જ ઉપયોગી છે. જામફળ શ્રેષ્ઠ ફળોની યાદીમાં આવતું એક એવું ફળ છે કે જે દરરોજ ખાવામાં આવે છે તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે જામફળ બે રંગના સફેદ અને ગુલાબી જોવા મળે છે ત્યારે આ બન્ને જામફળની શરીર પર શું અસર છે તે જાણો છો..?

સફેદ જામફળના લાભો : નિષ્ણાંતો જણાવે છે કે, આ જામફળનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેના સેવનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. મહિલાઓ માટે તે ખુબજ ફાયદાકારક છે. માસિક ધર્મ દરમિયાન થતા દુ:ખાવામાં રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે, વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ હોય છે. તેમજ તે રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. ત્વચાના રંગને પણ સુધારે છે. આ ઉપરાંત તે આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસનો પણ સારો સ્ત્રોત છે. તે ડાયાબિટીસના દર્દીમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો ફાઈબરનો સારો સ્ત્રોત છે.

- Advertisement -

ગુલાબી જામફળ સફેદથી કઇ રીતે અલગ..?
ગુલાબી જામફળમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, ખાંડ ઓછી હોય છે, સ્ટાર્ચ ઓછું હોય છે અને વિટામિન સી વધુ હોય છે જેમાં બી ઓછા હોય છે તો સફેદમાં ખાંડ, સ્ટાર્ચ, વિટામિન સી અને બી વધુ હોય છે. લાલ પલ્પમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર હોય છે તેમાં કેરોટીનોઇડ નામનું કુદરતી કાર્બાનિક રંગદ્રવ્ય હોય છે તે તેને એક ખાસ રંગ આપે છે, બીજી બાજુ સફેદ જામફળ અને ગુલાબી જામફળ સ્વાદમાં પણ થોડું અલગ હોય છે.

ગુલાબી જામફળને સુપર ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તે વિટામિન એ અને સી તેમજ ઓમેગા-3 અને ઓમેગા-6 પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને ડાયેટરી ફાઈબરથી ભરપુર હોય છે.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular