Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરITRA દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી યોજાઇ - VIDEO

ITRA દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી યોજાઇ – VIDEO

આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ઇટ્રા દ્વારા આયુર્વેદ જનજાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ITRA જામનગર દ્વારા 10મા આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આયુર્વેદના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. વધુમાં આયુર્વેદના આપણા સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેનો હતો. જેમાં ITRAના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીને સંસ્થાના ઇ. ચા. ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી. જે. પાટગિરી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તેમજ ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને કર્મચારીઓ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular