જામનગરના લાલવાડીમાં યુવાનને માથાનો દુ:ખાવો ઉપડયા બાદ શ્વાસ ચઢવા લાગતાં સારવારઅર્થે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગરના લાલવાડી પાસે આવેલી અટલ રેસિડેન્સીમાં સી/701 નંબરના ફ્લેટમાં રહેતા લોમેશભાઇ બાબુભાઇ ચાંડેગરા નામના 30 વર્ષના યુવાનને ગત્ તા. 20 ઓગસ્ટના રોજ સવારના સમયે અચાનક માથાનો દુ:ખાવો ઉપડયા બાદ શ્વાસ ચઢવા લાગતા સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા. 18 સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પત્ની ભાગ્યશ્રીબેન દ્વારા જાણ કરાતા સિટી ‘એ’ ડિવિઝનના હે.કો. એમ. ડી. મોરી તથા પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


