Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં ફટાકડાના વેપારીએ ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનમાં વિસ્ફોટકો સંગ્રહિત કરતા કાર્યવાહી

ખંભાળિયામાં ફટાકડાના વેપારીએ ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનમાં વિસ્ફોટકો સંગ્રહિત કરતા કાર્યવાહી

એસ.ઓ.જી. પોલીસે રૂા. 3.19 લાખના ફટાકડાના જથ્થા સાથે ગોપાલ સવજાણીને ઝડપી લીધો

ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાને રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરી રાખતા આ મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને રૂપિયા 3.19 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ધરમપુર વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી ખાતે રહેતા મોનીક ઉર્ફે ગોપાલ હિરેનભાઈ ચંદુલાલ સવજાણી નામના 30 વર્ષના યુવાન દ્વારા હર્ષદપુર વિસ્તારમાં આવેલા તેમના કબજા ભોગવટાના મકાનમાં વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હોવાની બાતમી એસ.ઓ.જી. ના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાઠોડ, વિજયસિંહ જાડેજા અને પબુભાઈ ગઢવીને મળતા આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવતી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી શખ્સે આ સ્થળે લાયસન્સ વગર ફાયર સેફટીના સાધનો, પાણીની ડોલ સેન્ડ બકેટ વિગેરે જેવા અનિવાર્ય સાધનોને રાખ્યા વગર તેમજ લોકોની જિંદગી જોખમમાં મુકાય અને જાનહાનિ થાય તેવી સંભાવના સાથેની બેદરકારી દાખવી આ રહેણાંક મકાનમાં અલગ અલગ કંપનીના સ્ફોટક ફટાકડા રાખવામાં આવ્યા હતા. રાત્રિના સમયે તે ફટાકડાના જથ્થામાંથી કોઈને જાણ ન થાય તે રીતે તેની ખંભાળિયા ટાઉનમાં આવેલી શહેરમાં અલગ અલગ બે સ્થળોએ આવેલી દુકાનો ખાતે આ ફટાકડાનો જથ્થો લઈ જવામાં આવતો હતો.

- Advertisement -

શખ્સ દ્વારા લાયસન્સ કે મંજૂરી વગર રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા કુલ 3,18,500 ની કિંમતના ફટાકડાનો જથ્થો પોલીસે કબજે કરી, આરોપી સામે બીએનએસની કલમ સાથે એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના એએસઆઈ હરદેવસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, નિર્મલભાઈ આંબલીયા, વિજયસિંહ ઘેલુભા, પબુભાઈ માયાણી, લખમણભાઈ આંબલીયા અને સંજયભાઈ વારોતારીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular