જામનગરમાં આગામી નવરાત્રિ પર્વને અનુલક્ષીને જામનગર જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આજે સ્થળતપાસ કરવામાં આવી હતી.
View this post on Instagram
નવરાત્રિનું પર્વ નજીક આવી રહ્યું છે જેને લઇ આયોજકો નવરાત્રિની તૈયારીમાં લાગી ચૂકયા છે. ત્યારે તંત્ર દ્વારા પણ નવરાત્રિ પર્વને લઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. પોલીસ પણ નવરાત્રિ પર્વને અનુલક્ષીને સજ્જ બની છે. જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આજરોજ નવરાત્રિ પર્વને અનુલક્ષીને સ્થળતપાસ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતુ કે, નવરાત્રિ દરમ્યાન થતાં આયોજનોમાં સીસીટીવી, ટ્રાફિક સહિતના મુદ્ાઓને લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારની ગાઇડલાઇન સહિતના મુદ્દે આયોજકોને સમજ પણ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને અસામાજિક તત્ત્વો વિરૂઘ્ધ કાર્યવાહી થાય તે માટે દરેક પોલીસ સ્ટેશનની ‘જઇંઊ’ ટીમ તૈયાર કરવામાં આવશે. જે ટીમ યુનિફોર્મમાં તેમજ સિવિલ ડ્રેસમાં બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે બંદોબસ્તમાં હાજર રહેશે. કોઇપણ સ્થળે અસામાજિક તત્ત્વોનો ત્રાસ કે ફરિયાદ હોય તો 112 નંબરમાં જાણ કરવા પણ તેમણે અપીલ કરી હતી.


