જામનગરમાં રાંદલના વડ, બાપા સિતારામની મઢુલી પાસેથી સિટી ‘બી’ પોલીસે પાંચ મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરના રાંદલના વડ, બાપા સિતારામ મઢુલી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન પાંચ મહિલાઓને રૂા. 650ની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધી હતી. પકડાયેલી તમામ મહિલા આરોપીઓને નોટીસ આપવામાં આવી હતી.


