જામનગરના તવા રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જમવા ગયેલા યુવાન સામે એક શખ્સે મોટરકાર રાખી, રૂઆબ બતાવી, અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એક શખ્સ વિરૂઘ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતાં સન્નીભાઇ ગોજાભાઇ ગદન નામનો યુવાન પોતાના મિત્રો સાથે તા. 17ના રોજ જામનગરના તવા રેસ્ટોરન્ટ ખાતે જમવા ગયો હોય, તે સમયે અલ્તાફ ખફી પોતાની જીજે10-ડીએન-2100 નંબરની બલેનો ગાડી લઇ સામેથી આવી, ફરિયાદીની ગાડી સામે રાખી, નીચે ઉતરી સીનસપાટા કરી, પોતાની ગાડીનો રૂઆબ બતાવવા લાગ્યો હતો. ફરિયાદી સન્નીભાઇને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સન્નીભાઇ દ્વારા સિટી ‘એ’ ડિવિઝનમાં અલ્તાફ ખફી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા ગુનો નોંધી હે.કો. એમ. ડી. મોરી તથા સ્ટાફએ આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


