Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ યુવાનને લમધાર્યો

ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ યુવાનને લમધાર્યો

તલવાર, છરી, લોખંડના પાઇપ સહિતના પ્રાણઘાતક હથિયારો વડે હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતાં ચાર શખ્સો ઉશ્કેરાઇ જઇ યુવાન ઉપર તલવાર, છરી સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરી માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના અબુ હનિફા મસ્ઝિદ પાસે, ધરારનગરમાં રહેતાં જીકરભાઇ જાકિરભાઇ ભાયા નામના યુવાન ગત્ તા. 15 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેના ઘરની બહાર નીકળ્યા ત્યારે રમઝાન તાલબ સમેજા, અસગર તાલબ સમેજા, યાસિન સમેજા તથા મુબારક સમેજા નામના ચાર શખ્સો જોર-જોરથી અપશબ્દો બોલતા હોય જેથી ફરિયાદી જીકરભાઇએ ચારેય શખ્સોને સમજાવવા જતાં ફરિયાદી કંઇ બોલે તે પહેલાં જ ચારેય શખ્સો ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. રમઝાનએ લોખંડનો પાઇપ, છરી, તલવાર તથા લાકડાનો ધોકો લઇ આવી ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. અસગરએ તલવાર વડે ફરિયાદીને કપાળે ઘા ઝિંકી દીધો હતો. ફરિયાદીને ચક્કર આવતાં પડી જતાં યાસિનએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. મુબારકએ ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ચારેય શખ્સોએ ફરિયાદી તથા ફરિયાદીની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા.

આ અંગે જીકરભાઇ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં રમઝાન તાલબ સમેજા, અસગર તાલબ સમેજા, યાસિન સમેજા તથા મુબારક સમેજા નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધ પીએસઆઇ એમ. બી. મોઢવાડિયા દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular