દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના માંઝા ગામે મોડી રાત્રે એક ચોંકાવનારી લૂંટની ઘટના બની હતી. ગામમાં એકલા રહેતી 65 વર્ષીય વૃદ્ધા આલુબેન જેઠાભાઈ ભોજાણીને નિશાન બનાવી ચાર અજાણ્યા લૂંટારૂઓએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી.
મોડી રાત્રે લૂંટારૂઓ ઘરમાં પ્રવેશી વૃદ્ધા પાસે તેમના પહેરેલા સોનાના ઠોળીયા, ચાંદીની માળા, ચાંદીની કાબિયું તેમજ કબાટમાંથી 4,000 રૂપિયાની રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ. 49,000 ની લૂંટ ચલાવી હતી. ઘટના બાદ લૂંટારૂઓ રાત્રિના અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા.
View this post on Instagram
આ બનાવની જાણ થતાં જ જામ ખંભાળીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા બીએનએસ કલમ 309(6), 331(6) તથા 115(2)4 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તંત્રએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે હરકત નજરે પડે તો તાત્કાલિક પોલીસ મથકનો સંપર્ક કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો.


