Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકાલાવડના બાલંભડી ડેમમાં માં નર્મદાના પવિત્ર નીર પહોંચ્યા - VIDEO

કાલાવડના બાલંભડી ડેમમાં માં નર્મદાના પવિત્ર નીર પહોંચ્યા – VIDEO

શહેર અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માટે આજે ઐતિહાસિક ક્ષણ બની છે. લાંબા સમયથી રાહ જોવાતા માં નર્મદાના પવિત્ર નીર હવે કાલાવડની જીવનદોરી સમાન બાલંભડી ડેમ સુધી પહોંચ્યા છે.

- Advertisement -

સૌની યોજના લિંક – 1 મારફતે નર્મદા ના પાણીનું વહન કરીને બાલંભડી ડેમમાં નવા નીર ભરાયા છે. આ પ્રસંગે કાલાવડ શહેરના નાગરિકો તથા તાલુકાના ખેડૂતોમાં હર્ષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.

- Advertisement -

કાલાવડના ધારાસભ્ય મેધજી ચાવડાની સફળ રજૂઆત અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના સક્રિય સહકારથી શક્ય બની છે.

બાલંભડી ડેમમાંથી હવે કાલાવડ શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ થશે, તેમજ 500 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. ખેડૂતોને યોગ્ય સમયે પાણી મળતા તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે અને સૌએ સરકારનો આભાર માન્યો છે.

- Advertisement -

સૌની યોજનાથી કાલાવડ તાલુકાના જસાપર, જીવાપર, બાલંભડી, ખાખરીયા, ખીજડિયા, સરવાણીયા સહિતના ગામોમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થવાનું છે, જેનાથી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને સીધી રીતે લાભ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular