Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરનેપાળીઓ નેપાળ કરતાં ભારતમાં વધુ સુરક્ષિત - VIDEO

નેપાળીઓ નેપાળ કરતાં ભારતમાં વધુ સુરક્ષિત – VIDEO

જામનગરમાં અંદાજિત 21 હજારથી વધુ નેપાળી નાગરિકો વસવાટ કરે છે. તેઓએ હાલ નેપાળમાં સર્જાયેલા પરિસ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડવામાં આવ્યા છે, જે એક સકારાત્મક બાબત છે. પરંતુ બીજી તરફ હિંસાની ઘટનાઓને કારણે કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે અને સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે દેશ માટે અશાંતિજનક ગણાવ્યું છે.

- Advertisement -

જામનગરમાં વસતા નેપાળી આગેવાનોનું કહેવું છે કે પોતાના વતન નેપાળમાં લોકો અસુરક્ષિત હોવાનું અનુભવ કરે છે, અને ભારત સહિત જામનગરમાં રહેતા નેપાલી નાગરિકો પણ પૂરતા સુરક્ષિત હોવાનું જણાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, “અહીં સરકાર તરફથી અમને કાયમી સહયોગ મળતો રહે છે.”

- Advertisement -

હાલમાં નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવતાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રહેતા પરિવારજનો માટે જામનગરમાં વસતા નેપાલી પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular