Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoલોકોને આવા અનોખા વિચારો કયાંથી આવતા હશે..? - VIRAL VIDEO

લોકોને આવા અનોખા વિચારો કયાંથી આવતા હશે..? – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજકાલના ટ્રેન્ડની વાત કરીએ તો લોકોને કેવા કેવા વિચારો આવતા હશે તે આવા અનોખા વીડિયો જોઇને વિચાર આવે છે. તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે જોઇને બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે.

- Advertisement -

ઘણી વખત સોશિયલ મીડિયા પર ફની વીડિયો તો કયારેક જાણવા જેવા વીડિયો જોવા મળે છે તો કયારેક ખતરનાક સ્ટંટના વીડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે આ વીડિયો જોઇને એમ થાય છે કે, આ કપલ ડિનર ડેટ કરી રહ્યું છે કે કોઇ ખતરનાક સ્ટંટ આ તેમની પ્રથમ ડેટ છે કે છેલ્લી ડેટ છે…?

- Advertisement -

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, કપલ કોઇ રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ નહીં પરંતુ, હવામાં ઝુલતા ઝુલતા ડિનર કરી રહ્યા છે બન્ને ખતરનાક ઉંચાઈએ દોરડાની મદદથી ઝુલી રહ્યા છે અને તે જ સમયે તેઓ ટેબલ પર બેસીને ભોજન લઇ રહ્યા છે. આ રીતે કોઇપણ પ્રકારના ટેન્શન વગર કે ટેકા વગર ઝુલતા ઝુલતા ડીનર લેવું સહેલું નથી. ત્યારે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કપલ કેટલીક સુરક્ષા વ્યવસ્થા કરી છે. પરંતુ, આ જીવના જોખમરૂપ સાબિત થઈ શકે છે.

સોશિયલ મીડિયાના X પ્લેટફોર્મ પર @DikshaYrrr પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ત્યારે એમ થાય છે કે, લોકો સહુનું ધ્યાન ખેંચવા અને સોશિયલ મીડિયા પર વ્યૂહ મેળવવા માટે કેટલા જોખમી સ્ટંટ કરતા હોય છે. આ વીડિયો વાયરલ થતા જ લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇક એમ કહી રહ્યું છે કે, ગાંડપણની ચરમસીમા છે. તો કોઇક લખે છે કે, તમને ભુખ લાગી હતી કે તમે એડવેન્ચર કરવા ગયા હતાં…? તો કોઇક તેનો વિરોધ કરીને આવા ખતરનાક સ્ટંટને પ્રોત્સાહન ન આપવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે ભલે આ વીડિયોને ગમે તેટલા વ્યુહ કે લાઈકસ મળ્યા હોય પરંતુ, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ આપણું જીવન છે ત્યારે તમારી એક ભુલ તમારી જિંદગી પણ ગુમાવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular