જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલા ડેમમાં મહિલાને પાણીમાં ડૂબતી જોઇ ફાયર વિભાગમાં જાણ કરાતા ફાયર ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓએ મહિલાને સહી સલામત બહાર કાઢી લીધી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર નજીક આવેલા વિજરખી ડેમમાં ગઇકાલે એક અજાણ્યા મહિલા પાણીમાં ડૂબી રહ્યાં હતાં. તે અંગેની જાગૃત નાગરિક દ્વારા જામનગર ફાયર વિભાગમાં તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અને જામનગર ફાયર ટીમ વિજરખી ડેમ પહોંચે તે પહેલાં જ ગામના સ્થાનિક તરવૈયાઓ દ્વારા ડેમમાં ઝંપલાવી ડૂબતી મહિલાને આબાદ બચાવી લઇ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


