Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી પ્રૌઢા સંચાલિત કૂટણખાનું ઝડપાયું - VIDEO

જામનગર શહેરમાંથી પ્રૌઢા સંચાલિત કૂટણખાનું ઝડપાયું – VIDEO

અંધાશ્રમ ત્રણ માળિયા આવાસમાં ચાલતા કૂટણખાનામાં પોલીસ ત્રાટકી : પોલીસ દ્વારા રોકડ અને સામાન સહિત રૂા. 11 હજારનો મુદામાલ કબ્જે : સંચાલક પ્રૌઢા સહિત ચાર મહિલાઓની ધરપકડ

જામનગર શહેરના અંધાશ્રમ, ત્રણ માળિયા આવાસમાં રહેતા પ્રૌઢા દ્વારા બહારથી મહિલાઓ બોલાવી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન પ્રૌઢાને રૂા. 11,320ની રોકડ અને મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના અંધાશ્રમ પાસે આવેલા ત્રણ માળિયા આવાસના બ્લોક નંબર 45માં સિલાઇકામ કરતાં નીતાબેન મહેન્દ્રભાઇ વાળા (ઉ.વ. 55) નામના પ્રૌઢા દ્વારા બહારથી મહિલાઓને વધુ પૈસાની લાલચ આપી તેના બ્લોકમાં કૂટણખાનું ચલાવતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ એમ. ઝાલા તથા સિટી ‘સી’ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. ડાભી, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, નારણભાઇ સદાદિયા, દેવેનભાઇ ત્રિવેદી, રાજેશભાઇ બથવાર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર વગેરે સ્ટાફએ રેઇડ કરી હતી.

- Advertisement -

આ રેઇડ દરમ્યાન મહિલાઓ પાસે વેશ્યાગિરીનો ધંધો કરાવી કમિશન લેતાં સંચાલક પ્રૌઢા અને ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓને રૂા. 5020ની કિંમતના નિરોધના 502 પેકેટ, રૂા. 6300ની રોકડ સહિત કુલ રૂા. 11,320ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular