જામનગર શહેરના મયૂરનગરમાં રહી મજૂરીકામ કરતાં યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતાં મનમાં લાગી આવતા તેના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના મયૂરનગર રોડ ઉપર હિંગોરા ફેબ્રીકેશનની સામેના રહેણાંક વિસ્તારમાં રહેતા નાથાાભાઇ નારણભાઇ માતંગ (ઉ.વ.34) નામના મજૂરીકામ કરતાં યુવાનને તેની પત્ની મંજૂબેન સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનું મનમાં લાગી આવતા નાથાભાઇએ મંગળવારે બપોરના સમયે તેના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગેની મૃતકના પત્ની મંજુબેન દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ એફ. જી. દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી, મૃતકની પત્નીના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


