દેવભૂમિ દ્વારકાના ધીંગેશ્વર પાડામાં રહેતાં 37 વર્ષના યુવાનને તેના પરિવારજનો દ્વારા માનસિક બિમારીની દવા લેવાનું તથા સારવારમાં દાખલ થવાનું કહેતા તેને મનમાં લાગી આવતાં ઘરે રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા ભરતભાઈ નથુભાઈ ચોપડા નામના 37 વર્ષના સતવારા યુવાને ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે પોતાના રૂમમાં પંખામાં દોરડા વડે ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક ભરતભાઈને તેમના ઘરના સભ્યોએ તેમની માનસિક બીમારીની દવા લેવા જવાનું તથા સારવારમાં દાખલ થવાનું કહેતા તેમને દવા લેવી ન હોય અને દાખલ થવું ન હોય, જે બાબતે મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું. બનાવ અંગેની મૃતકના ભાઇ પરસોત્તમભાઇ દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


